Tuesday, June 8, 2010

Kavita

સારી રીત નથી

એવુય નથી કે વતન માટે મને પ્રિત નથી
હુ એય જાણૂ છુ કે અમેરીકા રહેવામા મારુ હીત નથી


ઇચ્છા થાય છે અમેરીકાના અનુભવો લખુ તમને
શુ લખુ ? અહીયા સ્ંસ્કાર કે સ્ંસ્ક્રુતિ સ્ંકલિત નથી.


મને ઘણૉ થાય છે વતન છોડ્યાનો અફ્સોસ હવે,
હિમાલય છોડીને સ્નોના ઢગલા મેળવામા કાઇ જીત નથી.


અમેરીકન રેપ સોંગ સાંભળીને કાન ને એઠા કરવાના
અહીંયા નરસિંહ અને મીરા ના પ્રભાતિયા કે ભજન સ્ંગિત નથી.


સ્ંતાનો ના ઉછેરીકરણ નોય અહીંયા હોય છે હિસાબ કિતાબ
અહીયા ભરતીય માબાપ જેવુ ઉદારીકરણ ગણિત નથી


બદલાતી ફેશનના નખરા અહીંયા હોય છે નિત્ય નવા
સ્ત્રીના બાહ્ય સૌદર્ય જેટ્લુ આંતરીક સૌદર્ય ચકચકીત નથી.

પ્રેમ , વિસ્વાસ અને અનુકુલીન આઘરીત સ્ંબઘો નથી
ઇન્ડીયન કલ્ચર જેવુ લગ્નજીવન અહીંયા વ્યવસ્થિત નથી


દુઃખી થવાની ઘણીજ રીતો હશે દુનિયા મા હે પ્રભુ
મનને મારીને જીવ્યાકરવુ એ સારી રીત નથી

my addition


તમારા મન માં ભારત ને જીવતું રાખવા માં કોઈ હર્ઝ નથી
અમેરિકા માં જીવન જીવું એટલું એ મુશ્કિલ નથી

ખરાબ સારા તો હોય છે બધે , ખરાબ ને યાદ રાખવા માં કોઈ બુદ્ધિ પ્રતિભા નથી
આ દેશે તમને તમારા દેશ ની કિંમત કરાવી તેમાં કોઈ પ્રશ્નજ નથી

હવે ઇન્ડિયા ની કિંમત સમજાય છે મને
મારા માત પિતા સગા સંબંધી બહુ યાદ આવે છે મને

તેમના પ્રેમ અને ઉપકારો કદી વિસારીસ નહિ
તેમના આસીર વચનો ની જન્ખના કદી ત્યાગીશ નહિ

દેશ ભેદ જાતી ભેદ બધા થી ઉપર ઉઠવું છે મને
આ દેશ માં પણ ભક્તિ કરી શકાય એ સાબિત કરવું છે મને

ભક્તિ છે મનનું વિષય, તેમાં દેશ સીમા વરી શું કરે?
પ્રાર્થના કરીએ, ભગવાન આપણ ને સાચી સમજ આપી ,આ બધા ભેદો થી મુક્ત કરે!

ફાલ્ગુની :)

3 comments:

Dinesh Saroj said...

સારી કવિતા છે, આ બધું વિચારો ના જીવન માં અપનાવી ને એક નવી દિશા કાયમ કરો... પરદેશ માં પણ ભારતની સાંસ્કુતિ અને સંસ્કાર અપનાવીને જીવન યાપન થઇ સકે... બસ એક સંકલ્પ કરીને ને ચાલતા જાઓ...

falguk said...

thanks for your encouraging words! :)

Anonymous said...

ભક્તિ છે મનનું વિષય, તેમાં દેશ સીમા વરી શું કરે? I loved this one a lot Falu... it revels ur stong faith towards Bhakti... Happy to find ur blog... Jsk